Press Release :
33મુ ભૂદેવ જીવનસાથી સંમેલન
તા. 20/07/2025, અમદાવાદ
રિપોર્ટર : શ્રી ભાસ્કર શુક્લ, જગત
ન્યૂઝ૨૪, અમદાવાદ, (M#9426252724)
અમદાવાદ માં ભૂદેવ જીવન સાથી પસંદગી સંમેલન સુપેરે સંપન્ન :
https://youtu.be/pVBKC7cewOo
ગત 20/07/2025 રવિવારે, 33મુ ભૂદેવ જીવનસાથી પસંદગી સંમેલન નું, મણિનગર - અમદાવાદ ખાતે, આયોજન થયું હતું.
ભૂદેવ જીવન સાથી પસંદગી અત્યાર સુધી ઐતિહાસિક હોય બ્રહ્મ સમાજ માં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે બ્રહ્મ સમાજની ટીમ દ્વારા બાયોડેટા ઑનલાઇન રેજીસ્ટ્રેશન થયાં. જેમાં વિવિધ વિભાગ પ્રમાણે પ્રકાર ની બુકલેટ બની છે. એન આર.ઇ ,ગુજરાત ,સૌરાષ્ટ કચ્છ, મુંબઈ મહારાષ્ટ્ર, વગેરે બુકલેટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સોફ્ટવેર દ્વારા બાયોડેટા ફોટા સાથે તૈયાર કરી બુક્લેટ માઇક્રો પ્લાનિંગ કરી દીકરા - દીકરી પસંદગી કરી શકે તે માટે ફોટાની વિગત સાથે બુક તૈયાર કરવામાં આવી છે.
આ પ્રસંગે મણિનગર ના ધારાસભ્ય *શ્રી અમૂલભાઈ ભટ્ટ* ખાસ ઉપસ્થિત રહી સંમેલન માં આવેલ ને હાર્દિક શુભકામના પાઠવેલ.મોટી સંખ્યા મા જે દીકરીઓ નું બુકલેટ મા રેજીસ્ટ્રેશન હોય અને તેઓ સ્ટેજ ઉપર આવીને પોતાનો પરિચય આપ્યો હતો, તે દરેક દીકરીઓ ને, ભૂદેવ નેટવર્ક - ઉપપ્રમુખ શ્રીમતી અંજલીબેન પંડ્યા ના વરદ હસ્તે,એક સિલ્વર કોઇન અને બોઇસ ની બુકલેટ આપીને સન્માનિત કરવામા આવ્યા. ભૂદેવ નેટવર્ક ચેરીટેબલ ફાઉન્ડેશનના પ્રમુખ વિપુલભાઈ પંડ્યા, ઉપપ્રમુખ અંજલિબેન પંડ્યા સલાહકાર શ્રી દિનેશભાઈ પાઠક, સહમંત્રી ભાવિક પંડ્યા, સી.એ.ટ્રસ્ટી હિતેન પંડ્યા, શ્રી નરેશભાઈ (જોશી ડેપ્યુ. કલેક્ટર) તેમજ ભૂદેવ નેટવર્ક ના તમામ સાથી મિત્રોના સહકાર થી કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સુપેરે સંપન્ન થયો.
આભાર વિધિ શ્રી વિપુલભાઈ પંડ્યા એ કરેલ સમગ્ર કાર્યક્રમ નું એન્કરિંગ નિકિતાબેન જોશી અને આશિષ ભાઈ કસારા એ કરેલ. અંત માં રાષ્ટ્રગીત નું ગાન કરી કાર્યક્રમ નું સમાપન કરેલ...
રિપોર્ટર : શ્રી ભાસ્કર શુક્લ, જગત ન્યૂઝ૨૪, અમદાવાદ, +91 94262 52724, https://youtu.be/pVBKC7cewOo